સંગીત કળા : મન, મગજ અને માનવજીવન પર સંગીતના અદભુત લાભ

pexels sohani kamat 10491559

માનવજીવનમાં કળાનું સ્થાન અત્યંત મહત્વનું છે. દરેક કળાનો સીધો સંબંધ માનવીના ભાવાત્મક સ્તર સાથે જોડાયેલો છે. જ્યારે કોઈ કળાને શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે તેના માટે રચાયેલ નિયમો એ કળાનો મૂળ આધાર બને છે. શાસ્ત્રોમાં ચોસઠ કળાનો ઉલ્લેખ આવે છે, જેમાં પાંચ લલિત કળાઓ — કાવ્યકળા, સંગીતકળા, ચિત્રકળા, મૂર્તિકલાપ્રકાર અને શિલ્પકળા માનવની કોમળ ભાવનાઓનું પ્રતિબિંબ છે.

સંગીતની રસાનુભૂતિ

સંગીતની અનુભૂતિ અલૌકિક અને શબ્દાતીત છે. કળા અને સૌંદર્ય એકબીજા સાથે અખંડિત રીતે જોડાયેલા છે. મધુરતા અને કોમળતા સૌંદર્યના મૂળ તત્વો છે, અને સંગીત એ સૌંદર્યનું સર્વોત્કૃષ્ટ પ્રતિક છે. સાહિત્યમાં ‘રસ’ અને સંગીતમાં ‘રાગ’નું વિશેષ મહત્વ છે. રાગ એટલે રસસ્વરૂપ સંગીત — અને રસ વિના કોઈ કળાનું જીવન નથી. સંગીત હૃદયનું વિષય છે, બુદ્ધિનું નહિ.

રસની નિષ્પત્તિ

વિભાવ, અનુભાવ અને વ્યભિચારિ ભાવ દ્વારા રસનું સર્જન થાય છે. સ્થાયિભાવોના સ્પર્શથી ચેતનાની સૂક્ષ્મ કે સ્થૂલ અભિવ્યક્તિ જ કળા બની રહે છે. સંગીત આ અભિવ્યક્તિને સૌથી અસરકારક રીતે પ્રગટ કરે છે.

કળા એ સૌંદર્યનું પ્રતિક છે — આત્માની પુકાર છે, આત્માની અભિવ્યક્તિ છે. સંગીત કળાનું પાવન સ્વરૂપ છે; સંગીતમાં સૌંદર્યની સાક્ષાત્ અનુભૂતિ થાય છે.
રવીન્દ્રનાથ ટાગોર

સંગીતની શાસ્ત્રીય વ્યાખ્યા

“गीतं नृत्यं च वाद्यं च — त्रयं सङ्गीतमुच्यते।”
ગીત, નૃત્ય અને વાદ્ય — આ ત્રણે મળે ત્યારે સંગીતનું સર્જન થાય છે.

શાર્ઙ્ગદેવ સંગીતરત્નાકરમાં ગીતના મહિમા વિશે લખે છે—

  • ગીત સાંભળતા રડતું બાળક પણ શાંત અને આનંદિત થાય છે.
  • વનમાં ફરતું હરણનું બચ્ચું પણ ગીતમાં એટલું મગ્ન થાય છે કે પોતાની સુરક્ષા ભૂલી જાય છે.

તે લખે છે—
“ગીતનો મહિમા અકથ્ય છે; ગીત ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન છે.”

music
a lady playing the tanpura ca 1735 illustration md

સંગીત મનુષ્યનાં મગજમાં એવા તરંગ ઉત્પન્ન કરે છે જેનાથી માનસિક શાંતિ મળે છે. સંગીત સાંભળવાથી ચિંતા, ગભરામણ, ચિડિયાપણું, ક્રોધ, આવેશ જેવા લક્ષણ ધરાવતા દરદીને ઘણો આરામ મળે છે. સંગીત અવસાદ (ડિપ્રેશન)થી બચાવે છે. ચિકિત્સકોના કહેવા મુજબ સંગીત તણાવ (સ્ટ્રેસ) દૂર કરી કાર્યક્ષમતા વધારે છે. હવે ડૉક્ટરો પોતાની એકાગ્રતા અને કાર્યક્ષમતા વધારવા ઑપરેશન થિયેટરમાં પોતાને ગમતા સંગીતની ધૂન સાંભળે છે. ડૉક્ટરોનું માનવું છે કે-સંગીતના ઉપયોગથી ઑપરેશનની સફળતાનો દર વધે છે. સંગીતના પ્રયોગથી શારીરિક બિમારી દૂર થતી જોવા મળે છે. આથી જ સંગીતને રોગ નિવારક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ (ઑલ્ટરનેટિવ થેરપી) રૂપે જોવામાં આવે છે. Benefits of listening to music on the brain. દવાની સાથે સંગીત ચિકિત્સા (મ્યૂઝિક થૅરપી)નો પ્રયોગ કરવાથી અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થયા છે. પ્રયોગ દ્વારા સંગીતના લાભ સિદ્ધ થયા છે. એક, સંગીત સાંભળવાથી તણાવ ઓછો થાય છે. બે, સંગીત સાંભળવાથી એકાગ્રતા વધે છે. ત્રણ, સંગીત સાંભળવાથી યાદશક્તિ વધે છે. ચાર, લોહીનું દબાણ (બ્લડપ્રેશર) કાબૂમાં રહે છે. પાંચ, શરીરનું અને મનનું ઉતાવળીયાણું ઘટે છે. સ્વભાવગત ચિડિયાપણું ઓછું થાય છે.

સંગીત મનોવિજ્ઞાન : મન અને મગજ પર સંગીતનો પ્રભાવ

(Benefits of listening to music on the brain)

વિશ્વભરમાં થયેલા પ્રયોગો સાબિત કરે છે કે સંગીતનો ધીમો પરંતુ અત્યંત સકારાત્મક પ્રભાવ—

  • મનોરોગી દર્દીઓ,
  • નાનાં બાળકો,
  • ગર્ભવતી માતાઓ,
  • પશુઓ,
  • વનસ્પતિ

પર પણ દેખાઈ આવે છે.

ઘણા નિષ્ણાત ચિકિત્સકો માને છે કે—
“સંગીત નસોના તણાવને ઓછું કરે છે અને મનની નકારાત્મકતા દૂર કરે છે.”

મન પર સંગીતનો અસરકારક પ્રભાવ

pexels james sutton 228842
annapurna devi
pexels yan krukau 8189590

મનુષ્યના સુખ-દુઃખનો આધાર મનમાં છે. મનુષ્યના વ્યવહારનો લગભગ 80% ભાગ અવચેતન મન નિયંત્રિત કરે છે. નકારાત્મક વિચારો મનને થકાવે છે, જ્યારે સંગીત મનનો ઉત્તમ ખોરાક છે.

સંગીત—

  • સકારાત્મક ઊર્જા આપે છે,
  • મનને તાજગી આપે છે,
  • આનંદ, એકાગ્રતા અને આસ્થા — આ ત્રણ ગુણોને મજબૂત બનાવે છે.

ધ્વનિતરંગો કાનમાં પ્રવેશે ત્યારે મગજમાં આનંદદાયક સંવેદના ઉત્પન્ન થાય છે. એકાગ્રતા વધે છે અને મનમાં સકારાત્મકતા ખીલે છે. આ કારણસર સંગીત ધ્યાનનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.

સંગીત એક ચિકિત્સા પદ્ધતિ તરીકે

ચિકિત્સકો માને છે કે સંગીત—

  • તણાવ ઘટાડે છે
  • ચિંતા, ભય, ચિડચિડાપણું ઓછું કરે છે
  • ડિપ્રેશન દૂર કરે છે
  • કાર્યક્ષમતા વધારે છે

આજ સુધી ઘણા ઑપરેશન થિયેટરોમાં સર્જન્સ પોતાની ગમતી ધૂન સાંભળીને સર્જરી કરે છે, જેથી એકાગ્રતા અને સફળતા દર વધે છે.

પ્રયોગોથી સાબિત થયેલા લાભો

  1. તણાવ ઓછો થાય છે
  2. એકાગ્રતા વધે છે
  3. યાદશક્તિ સુધરે છે
  4. બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે
  5. મનનું ઉતાવળિયાણું ઘટે છે
download (15)
music (2)

માનવેતર સૃષ્ટિ પર સંગીતનો પ્રભાવ

વૃક્ષો પર સંગીતની અસર

સંગીતસમ્રાટ તાનસેન જે બાગમાં ગાતા, ત્યાં કળીઓ ખીલતી — એક કથા નહીં, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સંગીતના પ્રભાવને સાબિત કરનારા ઘણાં પ્રયોગો થયા છે.

જગદીશચંદ્ર બોઝના પ્રયોગમાં પંડિત ઓમકારનાથઠાકુરે રાગ ભૈરવી ગાયાં ત્યારે—

  • વનસ્પતિનું પ્રોટોપ્લાઝ્મ ગતિમાન થયું,
  • કોષો સક્રિય બન્યા,
  • છોડ વધુ તેજસ્વી દેખાયા.
download (26)

દક્ષિણ ભારતની અન્નામલાઈ યુનિવર્સિટીના પ્રયોગમાં—
સંગીતથી છોડની વૃદ્ધિ સામાન્ય કરતાં વધુ ઝડપે થઈ.

અમેરિકાના ખેડૂત આર્થર લાકરે ફૂલો પર સંગીતના પ્રયોગમાં જોયું—
ફૂલો વધુ જલ્દી ખીલે અને લાંબો સમય તાજા રહે.

ડૉ. ટી.એન.સિંહના સંશોધન મુજબ—
સરસવ, ચણા, ઘઉં, શેરડી, ચોખા વગેરે ધાન્યના પાકમાં સંગીતથી વૃદ્ધિ થાય છે.

પશુઓ પર સંગીતની અસર

વૈજ્ઞાનિક વાસ્તોવ આન્દ્રેના પ્રયોગ મુજબ—
સંગીત દરેક જીવના મગજ અને નાડીસંસ્થા પર આશ્ચર્યજનક અસર કરે છે.

વિદેશની ગૌશાળાઓમાં—
ગાયોને દોહવાના સમયે સંગીત સાંભળાવવામાં આવે તો દૂધનું પ્રમાણ વધે છે.


સંગીતના વિશેષ લાભો

(Benefits of listening to music on the brain)

bali 4319964 1280
  1. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસમાં સહાયક
  2. અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ
  3. માનસિક વ્યાધિઓનું ઔષધ
  4. ચિંતનશક્તિ અને એકાગ્રતામાં વધારો
  5. શારીરિક કસરત જેટલા ફેફસામાં લાભ
  6. સામાજિક અને સાંસ્કૃતિક એકતામાં યોગદાન
  7. બાળકોમાં શિસ્ત, મહેનત અને આત્મવિશ્વાસનો વિકાસ

પ્રસિદ્ધ કહેવત—
“તાનસેન બનવા માટે કાનસેન બનવું પડે.”

સંગીત અને અધ્યાત્મ

ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન છે, અને કળાનું અંતિમ લક્ષ્ય પણ પરમ આનંદ સુધી પહોંચવાનું છે. જે કળા આત્માને પરમ શાંતિ આપે તે જ સાચી કળા છે.

સંગીત દ્વારા હું દેહ અને મનથી બહુ દૂર પહોંચું છું; ત્યાં જ્યાં પરમ તત્ત્વની અનુભૂતિ થાય છે.

-રવીન્દ્રનાથ ટાગોર

અષ્ટાપદ પર્વત પર રાવણે વીણા વગાડતી વખતે જે ઉચ્ચ દશાની અનુભૂતિ કરી — તે સંગીત અને અધ્યાત્મના ગાઢ સંબંધનો પુરાવો છે.


જૈન શ્રમણોનું સંગીતક્ષેત્રે અનોખું પ્રદાન

download (43)
download (29)

જૈન શ્રમણો નિર્ગ્રંથ જીવન જીવે છે. રાગ પોષાય તેવા કાર્યથી તેઓ જાગૃતિપૂર્વક દૂર રહે છે. લોકરંજન માટે ગવાતું સંગીત શૃંગાર પ્રધાન હોવાથી તેઓ તેને વર્જ્ય ગણે તે સહજ છે. જૈન શ્રમણોએ વીતરાગતા પોષાય તે માટે સંગીતના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

જૈન શ્રમણોએ રાગપોષક પ્રવૃત્તિઓથી દૂર રહી પણ સંગીતના શાસ્ત્રીય પક્ષને સમૃદ્ધ કર્યું છે. તેમની રચનાઓમાં આઠ મુખ્ય સંગીતગ્રંથોના ઉલ્લેખ મળે છે, જેમ કે—

  1. સંગીતસમયસાર — મુનિ પાર્શ્વચંદ્ર
  2. સંગીતોપનિષદ્ — વાચનાચાર્ય સુધાકળશ
  3. સંગીતોપનિષદ્ સારોદ્ધાર
  4. વીણાવાદન — આ. દેવાનું ગુપ્તસૂરીજી
  5. સંગીતમંડન — મંડનમંત્રી

આ ઉપરાંત વિવિધ હસ્તપ્રતોમાં રાગ, રાગિણી, ગાયનની ઢબ, મહિના અનુસાર રાગો વગેરેનું સુંદર વર્ણન મળે છે.

રાગમાલા પરંપરા અને પુનર્જાગરણ

મુસ્લિમ આક્રંતાઓના સમયમાં શાસ્ત્રીય સંગીતને આઘાત લાગ્યો હતો, પરંતુ અકબરના સમયમાં તારાણા થયો. પુષ્ટિમાર્ગે ભક્તિમાર્ગ દ્વારા સંગીતને નવી દિશા આપી.
ઘણા જૈન આચાર્યો અને પંડિતોએ શાસ્ત્રીય સંગીત આધારિત રચનાઓ સર્જી પણ તે પૂરતી પ્રચલિત ન થઈ.

પરંતુ રાગમાલા ઉપનિષદ્ના પ્રકાશન દ્વારા પરંપરા ફરી જીવીત થઈ.

આ ગ્રંથના સંપાદકો —
આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.
અને
આચાર્યદેવ શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા.

એ સંગીત અને શ્રુતભક્તિની પરંપરાને પુનર્જીવન આપ્યું છે.


અંતિમ શબ્દ

સંપાદકનું કામ મરજીવા સમું છે —
સમંદરની ગહરાઈમાં ઊતર્યા પછી જ મોતી મળે.
તે જ રીતે તેઓએ દુર્લભ ગ્રંથો શોધી સાધકોને સુલભ બનાવ્યા છે.
તેમને હૃદયથી અભિવાદન.

~ પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
વૈરાગ્યરતિવિજય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *